એર ઈન્ડિયાના કર્મચારીઓના પગારમાં ટાટા ગ્રુપના નિયંત્રણમાં આવ્યાના બે વર્ષ પછી પહેલીવાર વધારો


 પાઈલટ્‌સ માટે વાર્ષિક ટાર્ગેટ પરફોર્મન્સ બોનસની સિસ્ટમ પણ શરૂ કરી

નવીદિલ્હી,તા.૨૪

એર ઈન્ડિયાના કર્મચારીઓના પગારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, એર ઈન્ડિયાના કર્મચારીઓના પગારમાં ટાટા ગ્રુપના નિયંત્રણમાં આવ્યાના બે વર્ષ પછી પહેલીવાર વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય એરલાઈને પાઈલટ્‌સ માટે વાર્ષિક ટાર્ગેટ પરફોર્મન્સ બોનસની સિસ્ટમ પણ શરૂ કરી છે. જાે સૂત્રોનું માનીએ તો પગાર વધારવાનો ર્નિણય ૧ એપ્રિલ, ૨૦૨૪થી લાગુ થશે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રદર્શનના આધારે કર્મચારીઓને બોનસ પણ આપવામાં આવી રહ્યા છે. કંપનીએ પગારમાં ૧૫૦૦૦ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ સાથે ૧.૮ લાખ રૂપિયા સુધીનું વાર્ષિક બોનસ આપવામાં આવશે જે કર્મચારીના પ્રદર્શન પર આધારિત હશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર રવિન્દ્ર કુમાર જીપીએ કર્મચારીઓને પગાર વધારો અને પર્ફોર્મન્સ બોનસની જાહેરાત કરી હતી. એરલાઇન સાથે લગભગ ૧૮,૦૦૦ કર્મચારીઓ જાેડાયેલા છે. જાેકે આ પગાર વધારાનો અવકાશ શું છે તે તાત્કાલિક જાણી શકાયું નથી. જાન્યુઆરી ૨૦૨૨માં એર ઈન્ડિયાનું નિયંત્રણ સરકાર પાસેથી ટાટા ગ્રૂપ પાસે ગયા બાદ આ પ્રથમ વખત છે કે તેના કર્મચારીઓના પગારમાં વધારો થયો છે.

મહત્વનું છે કે, ગત વર્ષે માત્ર કોન્ટ્રાક્ટ રિસ્ટ્રક્ચરિંગ અને જૂના કર્મચારીઓના વળતરની કામગીરી કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે નિર્ધારિત પગાર વધારા સિવાય, એરલાઈને કંપની અને વ્યક્તિગત કામગીરી પર આધારિત વાર્ષિક લક્ષ્ય પ્રદર્શન બોનસનો એક ઘટક પણ રજૂ કર્યો છે જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ થી લાગુ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution