અમદાવાદ-
તાજેતરમાં શહેરમાં બાળકો સાથે શારીરિક અડપલા કે અન્ય બનાવો નોંધાયા છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 8 વર્ષની બાળકી ચોકલેટ લેવા ગઈ ત્યારે એક દુકાનદારે તેને બચકું ભર્યું હતું. જે મામલે રખિયાલ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. રખિયાલમાં 7 વર્ષની બાળકી ઘરની નજીકમાં આવેલ દુકાનમાં ચોકલેટ લેવા માટે ગઈ હતી. આ દરમિયાન દુકાનદારે તેનો હાથ પકડીને દુકાનમાં ખેંચી લીધી હતી અને ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું. બાળકીને ગાલનાં ભાગે ઇજાનાં નિશાનો પણ જોવા મળ્યા હતા.
પોલીસે ગુનો નોંધીને આરોપીની કરી ધરપકડ કરવામાં આવી હતી. બાળકીએ આ અંગે પરિવારને જાણ થતાં પરિવાર દુકાનદારને ત્યાં પહોંચ્યા હતા. જોકે, દુકાનદારે આ બાબતે તેઓની માફી પણ માંગી હતી. પરંતુ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.