અમદાવાદ-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે પ્રચારનો પ્રારંભ કર્યો છે. કોંગ્રેસ દ્વારા આજથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોરૈયા જિલ્લા પંચાયતની સીટ માટે મટોડા ગામથી પ્રચારનો પ્રારંભ કરાયો છે. રાજીવ સાતવ અને અમિત ચાવડાએ મટોડા ગામથી અભિયાનની શરૂઆત કરી છે. રાજ્યના દરેક મહાનગર અને ગ્રામ્ય વિસ્તારમાં જનસંપર્ક કરાશે. જેમાં લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે. રાજીવ સાતવે આ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું છે. મોરૈયા જિલ્લા પંચાયત માટે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.