અમદાવાદ-
અમદાવાદ શહેરના પુર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે શહેરમાં અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરી રોડ પર આંતક મચાવી રહ્યાં છે. આ અસામાજિક તત્વો સામે સોસાયટીના લોકોએ વિરોધ કર્યો તો તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જે મામલે સ્થાનિકો દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.
નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરી રોડ પર આંતક મચાવી રહ્યાં છે. આ અસામાજિક તત્વો સામે સોસાયટીના લોકોએ વિરોધ કર્યો તો તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જે મામલે સ્થાનિકો દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે. બે થી ત્રણ શખ્સો જોડે તીક્ષ્ણ હથિયાર હતા. જે રોડ પર પસાર થતા વાહનચાલકો હેરાન કરતા હતા. એટલું જ નહીં રોડ પર દારૂની પાર્ટી કરી અપશબ્દો બોલી આંતક મચાવતા હતા. નરોડાને પોલીસ જાણ કરતા મોડે મોડે પોલીસે આવીને કાર્યવાહી કરી હતી. સોસાયટીની મહિલાઓ આક્ષેપ કર્યો છે કે સોસાયટી બહાર રોડ પર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. લુખ્ખા તત્વો દ્વારા રોડ પર જતી યુવતીઓની છેડતી કરવામાં આવતી હોવાનો પણ ગંભીર આક્ષેપ મહિલાએ કર્યો છે. નરોડામાં અસામાજિક તત્વો આંતક સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે નરોડા પોલીસે આંતક મચાવતા લુખ્ખા તત્વો બાઈક કબ્જે લઈ અલગ અલગ બે ગુના દાખલ કરી સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે.