અમદાવાદ-
વિઠલાપુર ચોકડી ખાતે વણઝારા કોમ્પલેક્સમાં કુળદેવી મોબાઇલની દુકાનના શટરનું તાળું તોડી કોઈ જાણ્યા શખ્સ ૧૭ નંગ મોબાઇલ ચોરી કર્યાની ફરિયાદ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે ન્ઝ્રમ્ અને સ્થાનિક વિઠલાપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવી મહાનિરીક્ષક ભાટી અમદાવાદ વિભાગની સુચના અને માર્ગદર્શન હેઠળ ગુનો શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી.૯૦,૯૨૫ના ૨૯ મોબાઇલ સાથે ૨ વ્યકિતની ધરકપડએલ.સી.બી ટીમે ગુન્હાવાળી જગ્યાની વિઝીટ કરી જગ્યાના સેલ આઈડી અને આ એમ.ઓ.થી ગુન્હા આચરતી ગેંગ સંબંધે માહિતી એકઠી કરી ગુન્હો શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં પોલીસે કોન્સ્ટેબલ હરપાલ સિંહ સોલંકી અને પોલીસ કોન્સ્ટેબલ હીતેન્દ્રસિંહ ચૌહાણને મળેલ બાતમીના આધારે વિઠલાપુર બેચરાજી હાઇવે વિરમગામના પાટીયા નજીક વોચ ગોઠવતા ૯૦,૯૨૫ મોબાઈલ નંગ ૨૯ સાથે બે વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ દિવસ દરમિયાન નવો મોબાઈલ ફોન ખરીદવાના બહાને ચેક કરી રાત્રિના સમયે દુકાનના તાળા તોડી ચોરી કરતા હતા.