અમદાવાદ,
કોરોના કાળ અને લોકડાઉન માં બેહાલ થઈ ગયેલી જનતા અને વેપારીઓ પૈકી રીક્ષા ચલાવી ગુજરાન કરતા રીક્ષા ચાલકો એ રાહત પેકેજ ની માંગ સાથે આંદોલન નું રણશીંગુ ફુક્યું છે. અમદાવાદ ના જ બે લાખથી વધુ રિક્ષાચાલકો આજે ૭મી જુલાઈના મંગળવારે હડતાળ પર ઊતરશે. લોકડાઉનમાં રિક્ષા ચાલકોની હાલત કફોડી બનતાં સહાય પેકેજની માગણી કરાઈ હતી, પરંતુ તેનો ગુજરાત સરકારે અમલ નહિ કરતા રિક્ષા ચાલકોના યુનિયનો આંદોલન ઉપર ઉતર્યા છે, મંગળવારે એક દિવસની હડતાળ બાદ જો પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ૧૦મી જુલાઈએ જીએમડીસી ખાતે સભાનું આયોજન કરાશે અને એ પછી ગુજરાતમાં રિક્ષા હડતાળનું ય એલાન કરાશે.
યુનિયનો દ્વારા પાંચ અલગ અલગ માગણી કરાઈ છે, દિલ્હી-તેલંગાણા વગેરે રાજ્યોમાં સરકારે રિક્ષા ચાલકોને સહાય પેકેજ આપ્યું છે, ગુજરાતમાં ત્રણ મહિના લેખે રિક્ષા ચાલકોને ૧૫ હજાર સહાય આપવી જોઈએ, તેમના વીજ બિલ બાળકોની સ્કૂલ ફી, મ્યુનિસિપલ ટેક્સ બિલ માફ કરવાની માગણી કરાઈ છે. આમ કોરોના ના લોકડાઉન ની ઇફેક્ટ ચાલુ રહી છે અને જીવન જરૂરિયાત તેમજ ઘર ચલાવવું મુસ્કેલ બન્યું છે.