અમદાવાદ-
પોલીસ મહાનિર્દેશકની કચેરી, CID ક્રાઇમ, ગાંધીનગરની કચેરી તરફથી રાજ્યના પેરોલ/ફર્લો વચગાળાના જામીન, પોલીસ જપ્તામાંથી તથા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડવા માટે યોજાયેલી ખાસ ડ્રાઇવમાં જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવારના માર્ગદર્શન મુજબ પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા પેરોલ/ફર્લો સ્કવોડ ટીમને સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે ઉપલેટા પોલીસ સ્ટેશનના NDPCSના ગુનામાં 10 વર્ષની સજા પામેલા આરોપીને પોરબંદર પોલીસે કોલકાતાથી ઝડપી પાડ્યો છે.
આરોપી ભરત ભગવાનજીભાઇ લાખાણી વર્ષ 2003માં અમદાવાદ સાબરમતી જેલમાંથી પેરોલ રજા મેળવી અને ત્યારબાદ ફરાર થઇ ગયા હતા. આ આરોપીને ઝડપી પાડવા PI કે.આઇ. જાડેજાનું ટેકનીકલ માર્ગદર્શન મેળવી PSI એચ.સી. ગોહિલ પેરોલ ફર્લો સ્કવોડને આરોપી અંગે માહિતી મળી હતી કે તે તેના પત્ની તથા દિકરા સાથે કોલકાતા રહે છે. આથી પેરોલ/ફર્લો સ્કોડના સ્ટાફ ટીમને કોલકત્તા મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં PI કે.આઇ. જાડેજા એઇસ.ઓ.જી. તથા PSI એચ.સી. ગોહીલ, તથા ASI એ.જે.સવનીયા તથા હેડ કોન્સ્ટેબલ પીયુષભાઇ બોદર તથા પોલીસ કોન્સ્ટેબલ. પ્રકાશભાઇ નકુમ, દેવેન્દ્રસિંહ ગોહિલ, વજશીભાઇ વ તથા રોહિતભાઇ વસાવા પેરોલ/ફર્લો સ્કોડ પોરબંદર તથા એ.એસ.આઇ. રાજુભાઇ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી છે.