અમદાવાદ: પોલીસની દાદાગીરી, માસ્ક ન પહેરનાર યુવકને જાહેરમાં માર માર્યો

અમદાવાદ-

રાજ્યભરમાં માસ્ક ન પહેરનારાઓ પર તવાઈ મૂકાઈ છે. માસ્ક ન પહેરનારાઓ પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ચોંકનાવારી ઘટના બની છે. માસ્ક ન પહેરતા પોલીસે યુવકને માર માર્યો છે. અમદાવાદના સોશિયલ મીડિયામા આ વીડિયો વાયરલ થયો છે. પોલીસે યુવકને લાઠીથી માર માર્યો હતો. આ વીડિયો અમદાવાદના ખોખરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર મામલો સામે આવતા ઝો-5 ડીસીપીએ એસીપીને તપાસ સોંપી છે.

મળતી માહિતી મુજબ ખોખરા પોલીસ સ્ટેશનમાં SHE ટીમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભરત ભરવાડ એક વ્યક્તિને જાહેરમાં માર મારી રહ્યાં છે. આ ઘટના મંગળવારની છે. જેમાં પોલીસ કર્મચારી બપોરના સમયમાં ખોખરા વિસ્તારની એક સોસાયટીમાં આવ્યા હતા. ત્યારે તેઓએ સોસાયટીમાં એક વ્યક્તિ પાસે ગોડી રોકી હતી. આ વ્યક્તિ માસ્ક વગર ફોન પર વાત કરી રહ્યો હતો. ભરત ભરવાડ અને બીજી વ્યક્તિ વચ્ચે વાતચીત ચાલી હતી. જેના બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ભરત ભરવાડે બોચી પકડીને યુવકને માર માર્યો હતો. એટલુ જ નહિ, ગાડીમાઁથી લાકડી કાઢીને પણ તેને માર માર્યો હતો. ભરત ભરવાડે યુવકને ચાર પાંચ દંડા પણ માર્યા હતા. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈએ પોતાના મોબાઈલમાં લીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા એસીપીને તપાસ સોંપાઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution