અમદાવાદ-
અમદાવાદના રોડ ઉપર લોકોની સુલભતા માટે ચાલુ કરવામાં આવેલી BRTS બસ અવાર નવાર અકસ્માતનો ભોગ બની રહી છે. અમદાવાદના ઈશરો પાસે BRTS રૂટમાં દોડી રહેલી બસનું ટાયર અચાનક ફાટ્યું હતું. અને બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટાયર ફાટતા અકસ્માતની ઘટના બની હતી.
ચાલુ બસે અચાનક ટાયર ફાટતાં બસમાં રહેલા મુસાફરોમાં બુમાબુમ મચી ગયી હતી. જેમાં કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. અકસ્માત બાદ BRTS બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે લોકોટોના ટોળા ઉમટી પડ્યા હતા. છેલ્લા દોઢ મહિનામાં BRTS બસનું ટાયર ફાટવાની આ બીજી ઘટના સામે આવી છે.આ અકસ્માતમાં બસનું ટાયર ફાટતા બસ થાંભલા સાથે અથડાતા તેનો આગળનો ભાગ ડેમેજ થયો હતો. બસમાં આગળનો કાચ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. બસમાં સવાર 2 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. બસ ચાલક અને મુસાફરો બચાવ થયો હતો.