અમદાવાદ રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદમાં અનેક શાળાઓને સીલ કરવામા આવી રહી છે.જેને લઇને શાળા સંચપકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં ૧૫૦ જેટલી સ્કૂલો સિલ કરવામાં આવી છે.જેને લઇને અમદાવાદ શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની એક બેઠક મળી. આ બેઠકમાં કોર્પોરેશનના વલણ અને કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો અને આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો. આગામી એક સપ્તાહમાં જાે રજૂઆત બાદ કોઈ નીવેડો નહીં આવે તો મંડળ દ્વારા આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી કે, અનેક શાળાઓ ઇમ્પેકટ ફી ભરી છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી પરંતુ, શાળા સીલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટી અને મ્ેં પરમિશનને લઈને અનેક શાળા સીલ કરવામાં આવી રહી છે. જેને લઇને આજે બેઠક મળી હતી. ઉસ્માનપુરા આવેલી એરોમા કોલેજમાં સંચાલકોની બેઠક મળી હતી. આ બેઠકમાં હોદેદારો અને જે સંચાલકોની શાળા સીલ થઈ છે, તે સંચાલકો હાજર રહ્યા હતા. બેઠકમાં શાળા સીલ કરવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા ર્નિણય કરવામાં આવ્યો છે.શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલનું કહેવું છે કે, ૨૦૦૧ના ભૂકંપ બાદ પરમિશન આવી. આ પેહલા તે નિયમ નહોતો. બાંધકામ નિયમ સમયાંતરે બદલાયા કરે છે. ૨૦૦૧ પેહલા બિલ્ડિંગ માટે સ્ટ્રકચર રિપોર્ટ માન્ય રાખવો જાેઈએ, તેમાં ૩ વર્ષે સ્ટ્રકચર રિપોર્ટ આપવો જાેઈએ એવો નિયમ હોવો જાેઈએ. ઇમ્પેકટ ફી ભરી હોવા છતાં છસ્ઝ્ર કોઈ જવાબ નથી આપી રહ્યું. શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયા બાદ સીલ કરવાની કામગીરી વ્યાજબી નથી, જાે કોઈ ખામી હોય તો નોટિસ આપો, તેની પૂર્તતા કરાશે, પણ સીલ મારવું યોગ્ય નથી.