અમદાવાદ-
અનલોક-4ની ગાઈડલાઈન અનુસાર 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, 7 સપ્ટેમ્બરથી અમદાવાદની મેટ્રો ટ્રેન સેવા સાવચેતીના પગલાં સાથે પુનઃ શરૂ કરવામાં આવશે.જેમાં બધા જ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. માસ્ક ફેસ કવર વિનાના મુસાફરોને ગુજરાત સરકારના નિયમ અનુસાર દંડ કરવામાં આવશે. મુસાફરો માટે મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનેટાઈઝર ઉપલબ્ધ રહેશે.
મુસાફરોને સેનેટાઈઝ કરેલ ટોકન આપવામાં આવશે. દરેક મુસાફરોએ આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે. જેથી નજીકની સંક્રમિત વ્યક્તિ અંગે તુરંત જ જાણકારી મળી શકે. દરેક મુસાફરી બાદ ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવશે.
અનલોક-4ની ગાઈડલાઈન અનુસાર 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, 7 સપ્ટેમ્બરથી અમદાવાદની મેટ્રો ટ્રેન સેવા સાવચેતીના પગલાં સાથે પુનઃ શરૂ કરવામાં આવશે.