અમદાવાદ-
અમદાવાદના લાંભા વોર્ડમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં નિયમોના લીરેલીરા ઉડયા હતા. ચૂંટણી કમિશ્નરની સુચનાની ભાજપના નેતાઓ ઘોળીને પી ગયા અને તેમની અવગણના કરી રહ્યા છે.
ચૂંટણી પ્રચારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. લાંભા વોર્ડમાં યોજાયેલી બાઇક રેલીમાં ચૂંટણી પ્રચાર માટે બનાવવામાં આવેલી SOP ભુલાઈ હતી, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ માસ્ક વિના બાઇક રેલીમાં જોડાયા હતા, અને સોશિયલ ડિસ્ટનસિંગના લીરેલીરા ઉડ્યા હતા. તાજેતરમાં રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને ચૂંટણી પ્રચારમાં નિયમોનું પાલન થાય તે માટે સૂચના આપવામાં આવી છે.