અમદાવાદ: ચુંટણી પરિણામ આવે તે પહેલા પોલીસ એક્શન મોડમાં, જાણો શું છે કારણ

અમદાવાદ-

અમદાવાદમાં વિજય બાદ સરઘસને લઈને ગાઈડલાઇન આપવામાં આવી છે તે મુજબ 200થી વધુ લોકો વિજય સરઘસમાં હશે તો કાર્યવાહી કરવામાં આવશે. ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે.

પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે તે મથક પર દરેક ઉમેદવાર સાથે 10થી વધુ લોકો નહીં જોડાઇ શકે. જોકે વિજેતા પોતાના વિસ્તારમાં વિજય સરઘસ કાઢી શકશે પણ આ સરઘસમાં કોઈપણ સંજોગોમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ ન થાય તે ધ્યાનમાં રાખવાનું રહેશે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 191 બેઠકોની આજે મત ગણતરી હાથ ધરાઇ છે. અમદાવાદમાં કુલ 773 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જેમાં ભાજપના 191, કોંગ્રેસના 188 ઉમેદવારો મેદાનમાં હતા. તો AAPના 165 અને 87 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા. અમદાવાદ મનપાની 192 બેઠક પર ખરાખરીનો જંગ ખેલાઇ રહ્યો છે. અમદાવાદમાં 1 બેઠક બિનહરીફ થતાં ભાજપના ફાળે છે. અમદાવાદ મનપામાં 42.41% મતદાન નોંધાયુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution