અમદાવાદ-
ધોળકા રોડ પર સિનેજ ગામ પાસે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટના બની છે. સ્ટીલની ફેક્ટરીમાં ગેસનો બાટલો ફાટતા 7 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3 ઘાયલોને વધુ સારવાર માટે કલિકુંડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘાયલોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળે છે. ધોળકા રોડ સિનેજ રોડ પર આવેલી ઘોઇના ઇલોઇ સ્ટીલ કંપનીમાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ધોળકામાં સીનેજ ગામમાં ઇલોઇટ સ્ટીલ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેનાથી ભીષણ આગ લાગી અને 7 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. મળતી માહિતી અનુસાર હાલ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગેસના બોટલો ફાટ્યો હોવાનો કોલ મળતા વટામણ, બાવળા અને બોગદરાથી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.