અમદાવાદ: વહુએ  ઘરકંકાસથી કંટાળીને લોખંડના રોડથી સાસુની કરી હત્યા

અમદાવાદ-

અમદાવાદમાં પુત્રવધુએ સાસુની ઘરમાં જ કરપીણ હત્યા કરી નાંખવાની ધ્રુણાસ્પદ ઘટના સામે આવી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સ આ ઘટના છે. જેમાં ઘરમાં પુત્રવધુએ સાસુના માથામાં લોખંડની રોડ મારી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. 

હત્યા બાદ પુત્રવધૂએ દોઢ કલાક ડ્રામા કર્યાં હતો. સાસુએ રૂમમાં પુરી દીધી હોવાનું કહીને લાંબા સમય સુધી દરવાજો ખોલ્યો ન હતો. પતિ અન્ય રસ્તેથી ઘર પ્રવેશ કરતા માતાની લોહીલુહાણ લાશ મળી હતી. આટલું જ નહીં પત્રવધૂએ સાસુની હત્યા કર્યાં બાદ પુરાવવા મટાડવા માટે સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઉગ્ર ઝઘડા બાદ પુત્રવધૂએ લોખંડના પાઇપ વડે સાસુના માર માર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પુત્રવધૂ ધરપકડ કર્યાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી કલાકોમાં જ પુત્રવધુની અટકાયત કરી લીધી હતી. આ ઘટનામાં ભોગ બનનાર મૃતક રેખાબેન અગ્રવાલને પુત્રવધૂએ ઘરના ઝઘડામાં આવેશમાં આવી જઈને માથામાં લોખંડનો રોડ માર્યો હતો, ત્યારબાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી પુત્રવધુ નિકીતા અગ્રવાલની સોલા પોલીસે પુછપરછ હાથ ધરી હતી. તેમાં પ્રાથમિક પુછપરછમાં લગ્નને 10 મહિના થયા છે અને ઘરમેળના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution