અમદાવાદ-
ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે મોટી માત્રામાં ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું છે. જે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મોટી સફળતા મળી છે. અમદાવાદ એટપોર્ટ પરથી 20 કરોડનું કોકેઇન ઝડપાયું છે. કોકેઇનના જથ્થા સાથે આફ્રિકન પેડલરની ધરપકડ કરવામાં આવી છે. જે દોહથી અમદાવાદની ફ્લાઈટમાં કોકેઇન લાવ્યો હતો. ડેરિક પિલ્લાઈ નામના પેડલરની NCB એ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ પકડવા માટે NCBની ટીમે સ્પેશિયલ ઓપરેશન પાર પાડી કોકીન ડ્રગ્સના નેટવર્ક તોડી પાડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે લાખો રૂપિયાના ડ્રગ્સ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવાનું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં પ્રથમ વખત NCBએ ડ્રગ્સ અને આ મોટા કન્સાઈન્મેન્ટને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ એમડી ડ્રગ્સ મામલે આગળ ની તપાસ ચાલુ છે, પકડાયેલા બે આરોપીઓ પૈકી એક ડ્રગ્સ બનાવતો હતો અને બીજો માર્કેટિંગ કરતો હતો તેઓ મોટી પાર્ટીઓ માં કોન્ટેન્ક કરતા હોય તે અંગે કોને કોને સપ્લાય કરતા હતા વગરે તપાસ ચાલુ છે. જોકે,આરોપીઓ એટલા સાતીર હતા કે સ્થાનિક પોલીસ ને તેની જરાપણ ભણક પણ આવવા દીધી ન હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓપરેશન પાર પાડ્યું હતું.