અમદાવાદ-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો અટકળો વચ્ચે આજે રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બ્રીજનું લોકાર્પણ કરાયું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વચ્ચે આજરોજ અમદાવાદ ખાતે શીલજ ઓવરબ્રિજનું દિલ્હીથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નીતન પટેલે જણાવ્યું કે શીલજ પાસેના રેલવે ટ્રેક પરથી રોજની 100 જેટલી ટ્રેનો પસાર થાય છે જેને કારણે ટ્રાફિક જામ તથા પ્રદુષણ ફેલાવાની ઘટના રોજીંદી બની ગઈ હતી. આમ હવે આ બ્રિજ બનવાના કારણે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે.