અમદાવાદ:દિવાળી નિમિતે ભદ્રમાં ભીડનો માહોલ, ડિસ્ટન્સના પાલન માટે અપીલ

અમદાવાદ-

તહેવારોના કારણે શહેરના બજારોમાં ભીડ જોવા મળી રહી છે. પરંતુ કોરોનાના કારણે લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવતી હોય છે. પરંતુ ખરીદી માટે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે કોર્પોરેશન માટે ચિંતાનો વિષય બની શકે છે. માર્કેટબજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. સાથે જ લોકો માસ્કનું પ્રોપર ઉપયોગ કરે તે માટે પણ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, કોરોના વધતા જતા સંક્રમણની વચ્ચે દિવાળીના તહેવારને લોકો શાંતિપૂર્વક અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરે તે માટે અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અને લોકો સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવે તે માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.મહત્વનું છે કે, ભીડવાળા વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથેજ મીઠાઈની ફરસાણ અને કપડા નાના વેપારીઓને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને લોકો સામેથી કોરોના ના ટેસ્ટ કરાવે તે અપીલ કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution