અમદાવાદ-
હાલમાંજ માર્ચ મહિનામાં રેવડી બજારની પાંચ દુકાનોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કોકડું ઉકેલવામાં લાગેલા હતા, તેવામાં એક સીસીટીવી ફૂટેજના આધારે કેટલાક આરોપીઓ પેટ્રોલપંપ ઉપરથી બોટલોમાં પેટ્રોલ ભરીને લઈ જતા નજરે પડે છે, તેને વધુ ગંભીરતાથી લઈને તે દિશામાં વધુ તપાસ કરતા તેઓ એકટીવા ઉપર જતા નજરે પડે છે. તેવા ત્રણ લોકોની ધરપકડ કરતા આતંકી સંગઠનના નવા ટેરર મોડ્યુલનો પર્દાફાર્ષ થયો છે, માર્ચ મહિનામાં રેવડી બજારમાં પાંચ દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી, તે બનાવને અંજામ આપવા માટે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે, તેમની પૂછપરછ દરમ્યાન તમામ ખુલાસાઓ સામે આવ્યા છે, આ કામને અંજામ આપવા માટે પાકિસ્તાનથી વાયા મુંબઈ અમદાવાદમાં રૂપિયા દોઢ લાખનો હવાલો આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સધન ચેકિંગ દરમ્યાન, રેવડી બજારમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ થેલામાં પેટ્રોલની બોટલો લઈને રેવડી બજારની પાંચ દુકાનો આગળ પેટ્રોલ નાખીને તેમાં આગ લગાવતો નજરે આવ્યો છે. બીજો શખ્સ તેનો વિડીયો પણ ઉતારતો નજરે પડે છે, પોલીસ દ્વારા ત્રણ સ્થાનિક આરોપીઓને ઝડપી લીધા બાદ ધ્યાનમાં આવ્યું કે રેવડી બજારની દુકાનોમાં આગ લગાવવા માટે દુબઈમાં બેઠેલા બાબાખાન પઠાણના સંપર્કમાં અમદાવાદનો પ્રવીણ વણઝારા નામનો વ્યક્તિ આવ્યો હતો અને પૈસા દુબઈથી વાયા મુંબઈ અમદાવાદ પહોચ્યા હતા, જેમાં આઈપી એડ્રેસ પાકિસ્તાનના કરાંચીનું મળી આવ્યું હતું, પોલીસના જણાવ્યા પ્રમાણે બાબા ખાન પાકિસ્તાનમાં બેઠા બેઠા કેવી રીતે અમદાવાદમાં આ આતંકી ષડયંત્રને પાર પાડતો હતો. આ કાવતરું ઘડવામાં વિદેશી વ્યક્તિ સહીત ચાર જાણા સામે, યુપીએ એક્ટ નીચે ફરિયાદ દાખલ કરીને લોકલ ત્રણ આરોપીને ઝડપી લઈને ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપવામાં આવી હતી. આરોપીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે, તે પણ જાહેર કરવામાં આવ્યું છે.