અમદાવાદ : ડુપ્લીકેટ Visaના આધારે અમેરિકા જતું દંપત્તિ ઝડપાયું

અમદાવાદ-

અમેરિકા જઈ સેટલ થવાનું ડોલરમાં કમાણી કરવાનું સપનું દરેકનું હોય છે. આ સપનું પુરૂ કરવા માટે લોકો અનેક પ્રકારના રસ્તા અપનાવે છે. નકલી વિઝા  ના આધારે એમેરિકા જવા ઈચ્છતા દંપત્તિ અને ત્રણ લોકોની એસ.ઓ.જી. એ ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસરા, દંપતી મહેસાણાથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદથી યુ.એસ.એ જવાના હતા. જોકે દંપતી પાસે મળી આવેલો વિઝા નકલી હોવાનું સામે આવતા ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ sogએ મહેસાણાના રહેવાસી એવા એક દંપતી રાજેશ પટેલ અને સોનલ પટેલની ધરપકડ કરી છે. આ બંને ગત 19 decના રોજ અમદાવાદથી usa જવા નીકળી રહ્યાં હતાં ત્યારે એરપોર્ટ પર ઇમિગ્રશન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વિઝા નકલી છે જેથી બંનેને પકડી પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે બંને ની ધરપકડ કરી તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, એક અજેન્ટ વિશ્વજીત પટેલ નામના વ્યક્તિએ આ નકલી વિઝા બનાવી આપ્યા હતા.  પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિશ્વજીત પટેલે આ દંપતી પાસેથી 10 લાખમાં નકલી વિઝાની વાત કરી હતી અને એવી પણ વાત સામે આવી છે કે, આ દંપતી usa પહોંચી જાય ત્યારબાદ 1.20 કરોડ દંપતી પાસેથી એજેન્ટને લેવાના હતા, પરંતુ તે પહેલાં આ લોકો પકડાઈ ગયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution