અમદાવાદ-
શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બોપલ વિસ્તારમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ઇસ્કોન પ્લેટિનમ કુલ 304 મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં રહેતા 1150 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પશ્ચિમના વિસ્તારોમાં પણ આટલી વિશાળ સંખ્યામાં પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું છે. આગામી દિવસોમાં બોપલ વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ મળી રહી છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નવા દર્દીઓ માટે બેડ ન હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે શહેરમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અને હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, આ અંગે ચર્ચા કરવા માટે અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. AMC દ્વારા 108 સેવાને સૂચના આપવામાં આવી છે કે, એક જ પરિવારના દર્દીઓને બને ત્યાં સુધી એક જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે. તેમ છતાં કોઈપણ વ્યક્તિગત કિસ્સાઓ પ્રકાશમાં આવે તો તેનું ધ્યાન દોરવા પણ અપીલ કરવામાં આવી છે.