અમદાવાદ-
અમદાવાદ શહેર ભાજપ મહામંત્રીએ 3 વોર્ડમાં પક્ષ પાસેથી ટિકીટ માંગી છે. કૌશિક જૈને ત્રણ જગ્યાઓ પરથી ટિકિટ માંગી છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. દરિયાપુર, શાહપુર અને સ્ટેડિયમથી કૌશિક જૈને ટિકિટ માંગી છે. કૌશિક જૈન શહેર ભાજપ મહામંત્રી અને ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય છે. ગત વખતે દરિયાપુરથી કૌશિક જૈનની હાર થઈ હતી. કૌશિક જૈન શાહપુરના રહેવાસી છે, પણ ફાલ્ગુની શાહ શાહપુરથી લડતા હોવાના કારણે કૌશિક જૈનને શાહપુરથી ટિકિટ મળી ન હતી.
તો આ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોની ટિકિટ જાહેર થતાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. અમદાવાદ મનપાના ઉમેદવારો જાહેર થયા બાદ પક્ષમાં નારાજગીનો દોર શરૂ થયો છે. નવા વાડજના વોર્ડ પ્રમુખ અરવિંદ રાઠોડે અમદાવાદ મહાનગર પાલિકા ની કાંગ્રેસની ટિકિટ જાહેર થતાં જ પાર્ટીમાં કકળાટ શરૂ થયો છે. નવા વાડજના વોર્ડ પ્રમુખ અરવિદ રાઠોડે રાજીનામની ચીમકી ઉચ્ચારી છે. 35 વર્ષથી કાંગ્રેસમાં હોવા છતાં ટિકિટ માટે તેમની અવગણના થઈ છે તેવુ તેમનુ માનવું છે. વોર્ડ પ્રમુખને વિશ્વાસમાં લીધા વિના ટિકિટ જાહેર કરાઈ છે તેવુ તેમણે જણાવ્યું. જાહેર કરાયેલા ઉમેદવાર અંગે વોર્ડ પ્રમુખ સાથે કોઇ ચર્ચા થઈ નથી. ત્યારે નારાજગીના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે.