અમદાવાદ-
અમદાવાદ શહેર સંગઠના મંત્રીઓ, મહામંત્રીઓ અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક થઈ જતાં હવે અલગ અલગ મોરચાના સભ્યોની નિમણૂક પણ એક અઠવાડિયામાં થઈ જાય તેવી પૂરી શક્યતા છે. જોકે હાલમાં ભાજપ શહેરના એક હોદ્દેદાર સેટ થવા માટે ઘણા કેટલા સમયથી મથામણ કરી રહ્યા છે. આ હોદ્દેદાર પોતાના ચાપલૂસી સ્વભાવના કારણે ભૂખ જ ચર્ચામાં છે અને તેમણે સેટ થવા માટે અનેક મોટા નેતાઓને પણ રજૂઆત કરી છે.
ભાજપ શહેર સંગઠનમાં આગામી સમયમાં યુવા મોરચો, મહિલા મોરચો મીડિયા સેલ સહિતના વિભાગોમાં નિમણૂક બાકી છે. જે નિમણૂક આગામી એક અઠવાડિયામાં થઈ જાય તેની પૂરી શ્કયતા છે. જેમાં શહેર સંગઠનમાં એક હોદ્દેદાર અત્યારે ખૂબ ચર્ચામાં છે. જ્યારથી શ્શર સંગઠનના હોદેદારોની નિમણૂક શરૂ થઈ છે. ત્યારથી જ આ હોદેદારે નવા સંગઠનમાં સેટ થવા માટેની કવાયત હાથ ધરી છે. તેઓ ઘણા નેતાઓને રૂબરૂ મુલાકાત પણ કરી ચૂક્યા છે. પરંતુ આ વખતે તેઓ સેટ થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. તેમણે અગાઉ મહામંત્રી ભૂખું દલસાણિયાને રૂબરૂ મળી ને પણ રજૂઆત કરી છે.
આમ તો શહેર સંગઠનમાં અત્યાર સુધી શહેરના અને પ્રદેશના કેટલાક નેતાઓ અને બીજેપીના ચોક્કસ સમાજના ધારાસભ્યો અને મંત્રીઓ પર જે છાંટા ઊડ્યાં છે તેમાં તેમની સીધી ભૂમિકા હતી. જોકે આ તેમની ચાપલૂસી વૃતિના સ્વભાવથી દરેન નેતા હવે વાકેફ થઈ ગયા છે. જોકે તેમના સ્વભાવની ફરિયાદો પણ પ્રદેશ કાર્યાલય અને પ્રમુખ સુધી પહોચી ગઈ છે. પરંતુ તેમના પર કેટલાક નેતાના આશીર્વાદ હોવાના કારણે તેઓ હજી શહેર સંગઠનમાં છે. જેને લઈને તેઓ આ વખતે સેટ થવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ તે વાત અશક્ય લાગી રહી છે.