અમદાવાદ-
દીવાળી બાદ વધતા કોરોનાના કેસ વચ્ચે ફરી એક વખત અમદાવાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. જ્યારે શહેરના બાગ-બગીચાને લઇને તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. હવે શહેરના બગીચા સવારે 7 થી 9 સુધી જ ખુલ્લા રહેશે તેમજ સાંજે 5 થી 7 દરમિયાન ખુલશે. રાત્રિ કરફ્યૂ પતે તેના સમયગાળા બાદ અમદાવાદ શહેરમાં સવારના 7થી 9 દરમિયાન બાગ બગીચા ખુલશે. એ સિવાય સાંજના 5થી 7 દરમિયાન બાગ-બગીચા ખુલશે.
અમદાવાદ મહાનગરપાલિકાના બાગ બગીચા વિભાગ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, કરફ્યૂના સમયને સાંકળીને બાગ-બગીચા ખુલ્લાં રાખવાના સમય નક્કી કરવામાં આવ્યો છે. અનલોકમાં અમદાવાદ શહેરમાં બાગ-બગીચા ખોલી દેવામાં આવ્યા છે. જો કે, કોરોનાએ ફરીથી ઉથલો મારતાં અમદાવાદ કોર્પોરેશને બાગ-બગીચાને લઈને નિર્ણય લીધો છે. શહેરના બાગ-બગીચાઓ હવે સવાર-સાંજ માત્ર 2-2 કલાક જ ખુલ્લા રહેશે