અમદાવાદ-
આયશાની આત્મહત્યા બાદ દરરોજ નવા-નવા વળાંક સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ વધુ એક મોટો ખુલાસો થયો છે. આયેશા આત્મહત્યા કેસમાં એક યુવકનું નામ પણ ખુલ્યું છે. પ્રાપ્ત થયેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે, જે યુવકનું નામ સામે આવ્યું તે આયેશાનો સંબંધી છે. જેને લઈને આયશાના ચારિત્ર્ય પર પતિ આરીફ શંકા કરી રહ્યો હતો અને ત્રાસ પણ આપી રહ્યો હતો. અમદાવાદની આયશા નામની મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું, તેવુ કહેતી નજરે ચડે છે.
બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો. તો મહિલાએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતા સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. ત્યારબાદ હવે પોલીસે દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાની શોધખોળ હાથ ધરી છે. તેવામાં હવે આઇશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. આઇશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાસરિયાએ ૩ દિવસ સુધી ભૂખી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે.
સાથે દહેજને લઇને માનસિક ત્રાસ આપવા અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધોના કારણે આઇશાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આરીફ ખાનને ફાંસી આપવાની સતત માંગ કરવામા આવી રહી છે. આરીફ અને તેના માતા સાયરાબાનુ અને પિતા બાબુખાનના આ ઘટનાને લઈને પોલીસની એક ટીમ રાજેસ્થાન પહોચીને તપાસ કરતા આખો પરિવાર ફરાર થઈ ગયો છે. ત્યારે આયશાના પિતા અને વકીલે પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યો છે.