અમદાવાદ-
અમદાવાદના નામાંકિત કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષકે વિશાલા પાસે હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી છલાંગ મારી જીવન ટૂંકાવ્યું છે. પાર્થ ટાંક નામના શિક્ષકે હાઇરાઇઝ બિલ્ડીંગના 14મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે.
મળતી માહિતી મુજબ, પાર્થ ટાંક આજે સવારે વિશાલા પાસે આવેલા જીમમાં ગયા હતા. ત્યારબાદ તેમણે બિલ્ડીંગના 14મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે. તેઓ ધરણીધર વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ મેથ્સના કોચિંગ ક્લાસ ચલાવતા હતા. પાર્થ ટાંકને માનસિક બીમારી હતી જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું છે તેવું પ્રાથમિક માહિતી પરથી જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસ સીસીટીવી અને બિલ્ડીંગના અન્ય લોકો સાથે પૂછપરછ કરી રહી છે. હાલ પોલીસ વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.