અમદાવાદ-
ખાડિયામાં રહેતી અને અગાઉ દેહવેપારનો ધંધો કરતી 50 વર્ષીય મહિલાના ત્યાં પ્રીતિ જાદવ નામની યુવતી અન્ય ત્રણ યુવતીઓ સાથે આવી હતી. ત્યારબાદ મહિલાના ઘરનું બારણું ખખડાવીને તેને બહાર બોલાવી હતી અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી.મહિલાને ધમકાવી 30,000 માંગ્યાચારેય યુવતીઓએ મહિલાને જણાવ્યું હતું કે, તું ઘરે દેહવેપારનો ધંધો કરે છે. જે અંગેની અરજી આવી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી રોકવામાટે નકલી મહિલા પોલીસે 30,000ની માંગણી કરી હતી. આ સાથે જ રૂપિયા નહીં આપવા પર માર મમારવાની ઘમકી પણ આપી હતી.મહિલાએ બુમો પાડતાં આસપાસના લોકો દોડી આવ્યારૂપિયામાટે મહિલા અને યુવતી વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને નકલી પોલીસ બનીને આવેલી મહિલાઓનો પર્દાફાશ થયો હતો. જેથી ખાડિયા પોલીસને જાણ કરવામાં હતી અને પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ શરૂ કરી હતી, ત્યારે યુવતીઓ નકલી જણાઈ આવતા ચારેયની ધરપકડ કરી હતી. અત્યાર સુધી નકલી પોલીસ અંગે સાંભળ્યું હશે, પરંતુ હવે નકલી મહિલા પોલીસનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 4 યુવતી દેહ વેપારનો ધંધો કરે છે તેમ કરીને એક મહિલાના ઘરે તોડ કરવા પહોંચી હતી, પરંતુ મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે ચારેય યુવતીઓની ધરપકડ કરી છે.