અમદાવાદ-
શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન 4 ચોરને ઝડપી પાડયા છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરના ગોતા વિસ્તારમાં 4 ચોર છે. જેઓએ શહેરમાં અનેક વાહન ચોરીને અંજામ આપ્યા છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે હનુમંત સિંગ, દિનેશ સિંહ, રાહુલ ચૌહાણ, લક્ષ્મણ કુમારને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 21 બાઈક કબ્જે કર્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ ગાંધીનગર અને રાજસ્થાનના અજમેરમાં ચોરીને અંજામ આપ્યો હતો. 2 આરોપીઓની અગાઉ ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં દિવાળીના તહેવારને લઈ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન 4 ચોરને ઝડપી પાડયા છે. જેઓઅ બુલેટ સહિત અનેક બાઈકની ચોરીને અંજામ આપ્યો હતો.