અમદાવાદ-
શહેરમાં કોરોના વાઇરસનાં કેસ હજુ યથાવત છે. અમદાવાદમાં રોજ હજારોની સંખ્યામાં કેસો સામે આવે છે, ત્યારે અમદાવાદમાં પણ પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. અઠવાડિયા પહેલાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં સોલા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતાં.
મળતી માહિતી મુજબ ગઈ કાલે કરવામાં આવેલા ટેસ્ટમાં 17 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 17 દર્દીનાં મોત થયા છે. અમદાવાદમાં હજુ પણ હજારોની સંખ્યામાં કોરોના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનના PSI સહિત 17 પોલીસકર્મી કોરોના વાઇરસ રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરના વાઇરસના કુલ 95,155 પોઝિટિવ કેસ નોંધાયા છે.