અમદાવાદ-
અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 113 દિવસથી કોરોનાને કારણે દાખલ કરવામાં આવેલા મૂળ ધોળકાના રહેવાસી અને પ્રાઇવેટ કંપનીમાં સામાન્ય એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા દેવેન્દ્રભાઈ પરમાર ઓગસ્ટ મહિનામાં કોરોનાથી સંક્રમતિ થયા હતા અને તેમને ધોળકાથી અમદાવાદ ખાતે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે 113 દિવસ પછી તેમણે કોરોનાને મ્હાત આપીને સાજા થઈને ઘેર જઈ રહ્યા છે.
આ ઉપલક્ષમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દેવેન્દ્રભાઈ પરમારનું આયુષ્ય સારું અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 14,000 થી વધુ લોકો ટેસ્ટિંગ કરવી ચુક્યા છે અને જેમાં 12,000 થી વધુ લોકોના સેમ્પલ લઈ તેમને સારવાર આપવામાં આવી હતી, જેમાં 14,000 દર્દીઓમાંથી 13,000 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે અને આ કાર્ય માટે પણ દરેક કોરોના વોરિયર્સને નીતિન પટેલ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.