ભરૂચ-
કોંગ્રેસના સીનિયર નેતા અને ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે અવસાન થયું છે. આ માહિતી ૭૧ વર્ષીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આપી હતી. અહેમદ પટેલના અવસાનથી તેમના વતન ભરૂચ સ્થિત પીરામણ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે અહેમદ પટેલની ઈચ્છા હતી કે, તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે. જેથી પીરામણ ગામમાં દફનવિધિઓ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ અહમદ પટેલની અંતિમવિધિ તા. 26 નવેમ્બર ગુરુવારે સવારે 10:00 કલાકે પીરામણ ખાતે કરવામાં આવશે.