કન્નૌજ-
ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં તાલગ્રામ વિસ્તાર સ્થિત આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર ભીષણ ટક્કર થઈ છે. જેમાં એક બેકાબૂ બની ગયેલી કાર સસ્તાની બાજુમાં ઊભા રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોનાં મોત થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે તમામ કાર સવાર લખનઉથી મેહદીપુર બાલાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ અંગે માહિતી મળતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેવડામાં આવ્યા છે. સાથે જ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. કાર કન્નૌઝ જિલ્લાના તાલગ્રામ ક્ષેત્રમાં પહોંચી હતી ત્યારે ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ હાજર લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
જે બાદમાં પોલીસ પણ ત્યાં પહોંચી હતી. તમામને બહાર કાઢીને હૉસ્પિટલ પહોંચડાવામાં આવે તે પહેલાં જ તમામનાં મોત થઈ ગયા હતા. એવી પણ માહિતી મળી છે કે ટક્કર એટલી જાેરદાર હતી કે ડેડ બૉડીને બહાર કાઢવા માટે કારની બૉડીને કાપવી પડી હતી. આ દુર્ઘટના શુક્રવાર-શનિવારની રાત્રે આશરે ૧ વાગ્યાની આસપાસ બની હતી. છ લોકો પોતાની ઈકો સ્પોર્ટ કાર લઈને બાલાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાડી ચલાવી રહેલા યુવકને ઝોકું આવી જતાં કાર રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટક્કર બાદ કારના ફૂરચા નીકળી ગયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્નૌજ રોડ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પીડિતોને શક્ય હોય તે તમામ દદ કરવાનો આદેશ કર્યો છે. મૃતકોની ઓળખ મોહિત યાદવ (૩૬), પ્રમોદ યાદવ (૩૫), જ્ઞાનેન્દ્ર યાદવ (૩૨), સોની યાદવ (૩૧), સત્યેન્દ્ર યાદવ (૧૮) અને સુરજ