‘એનિમલ’ ફિલ્મ પછી તૃપ્તિ ડિમરી સાથે બધાનું વર્તન બદલાઈ ગયું હતું

સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરી ‘ધડક ૨’માં ફરી એક નવી લવસ્ટોરીમાં એક સાથે આવી રહ્યાં છે. તેઓ બંને પહેલી વખત એક ફિલ્મમાં સાથે કામ કરતાં જાેવા મળશે. સિદ્ધાંતે એક ઇન્ટરવ્યૂમાં તૃપ્તિ અંગેનો ખુલાસો કર્યાે છે કે, તેની કૉ સ્ટાર તૃપ્તિ સાથે ‘એનિમલ’ની રિલીઝ પછી સેટ પર બધાનું વર્તન કઈ રીતે બદલાઈ ગયું હતું. તૃપ્તિએ આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે કામ કર્યું હતું અને બધાથી વધુ લાઇમલાઇટ મેળવી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે સિદ્ધાંત અને તૃપ્તિ ભોપાલમાં શૂટિંગ કરી રહ્યાં હતાં અને તેઓ પહેલાં જ દિવસે છેલ્લાં શોમાં ફિલ્મ જાેવાં ગયાં. ફિલ્મ જાેવા જતા પહેલા સિદ્ધાંત ટ્રેઇલર જાેઈ ચૂક્યો હતો અને ગીતો પણ સાંભળ્યાં હતાં તેમજ તૃપ્તિ પાસે એ ફિલ્મમાં કામ કરવાના તેના અનુભવો વિશે પણ સાંભળ્યું હતું. આ વખતને યાદ કરતાં સિદ્ધાંતે કહ્યું,“એનિમલ રિલીઝ થઈ પછી તેના માટે બધાનું વલણ નોંધપાત્ર રીતે બદલાઈ ગયો હતું. પહેલાં સેટ પર તે ચા માગતી તો કોઈ સાંભળતું પણ નહીં. જેવી ફિલ્મ રિલીઝ થઈ, એ લોકો પૂછતાં તમે કઈ ચા પીશો – મસાલા ચા, ગ્રીન ટી વગેરે, વગેરે.” આ જાેઈને તે તૃપ્તિને ચીડવતો હતો, પરંતુ તેની સાથે જે થયું તેમાં હું બહુ જ ખુશ હતો. સિદ્ધાંતને પણ દેશના બીજા યુવાનોની જેમ તૃપ્તિ પર ક્રશ હતો કે નહીં તે અંગે સિદ્ધાંતે કહ્યું,“એ સ્વીટ છે અને અમેઝિંગ છે પરંતુ હું જ્યાં કામ કરું છું. ત્યાં હું દિલ લગાવતો નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution