અમદાવાદ-
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક પછી એક મંત્રી અને નેતા પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલને કોરોના થયો છે. લક્ષણો જણાતા ટેસ્ટ કરાવાતા પોઝિટિવ નીકળ્યા છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ બાબુ જમના કોરોના પોઝીટીવ આવ્યા હતા. તો ચૂંટણી સમયે જ રાજ્યમાં મુખ્યમંત્રી ચાલુ સભાએ વડોદરા ખાતે ઢળી પડ્યા હતા. અને તેમનો કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેમની સાથે ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત બન્યા હતા. ભાજપના જ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ પણ કોરોનાનો કાળ બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દૈનિક કેસનો આંક પણ સતત વધી રહ્યો છે.