ગોંડલ-
ગુજરાત રાજ્યમાં ૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉંધા માથે પટકાઈ છે. કોંગ્રેસનો ગુજરાતમાં નાલેશી ભરી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતો પણ હવે ભૂગર્ભ ઉતરી ગયા છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આણંદમાં બોરસદ પાલિકાના પ્રચાર વખતે ભાજપના રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયાએ ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આગામી ૨૮ ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. અને તેના હાલમાં ગુજરાત માં પ્રચાર ચાલુ છે. નોધ નીય છે કે ગુજરાત ૬ મનપામાં કોંગ્રેસે કર્મી હારનો સામનો કરવો પડ્યો છે. કુલ ૫૭૬ બેઠક માંથી માત્ર ૫૫ બેઠક જ કોંગ્રેસ ને ફાળે આવી છે. જયારે સુરત જેવા શહેરમાં કોંગ્રેસ ને એક પણ બેઠક મળી નથી. તો હાલમાં સુરત એ દેશનું એવું રાજ્ય બની ચુક્યું છે. જ્યાં એક પણ સાંસદ, કે કોર્પોરેટર કોંગ્રેસનો નથી.