ફ્રાન્સની ચૂંટણી બાદ પેરિસ સહિત દેશભરમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળીઃવ્યાપક રોષ

પેરિસ- ફ્રાન્સમાં સંસદીય ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂ થઇ હતી. ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણો જાહેર થયા બાદ પેરિસ સહિત દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી. વાસ્તવમાં ડાબેરી ગઠબંધન ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં આગળ છે. ફ્રાન્સની પ્રથમ કટ્ટર દક્ષિણપંથી સરકાર બનાવવાના મરીન લે પેનના સ્વપ્નને આંચકો લાગ્યો છે. આવી સ્થિતિમાં માસ્ક પહેરેલા દેખાવકારોએ તોફાન ભડકાવ્યા હતા. અહીં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અનેક સ્થળોએ આગચંપી કરી હતી. આ રમખાણોને રોકવા માટે મોટી સંખ્યામાં રમખાણ વિરોધી પોલીસ તૈનાત કરવામાં આવી છે.

ફ્રાન્સના ડાબેરી ગઠબંધનને સંસદીય ચૂંટણીના બીજા રાઉન્ડમાટ સૌથી વધુ બેઠકો મળવાની અપેક્ષા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પાર્ટી બીજા સ્થાને રહે તેવી સંભાવના છે પરંતુ આ પક્ષોમાંથી કોઇ એકને પણ બહમતી ન મળે તેવી શક્યતા છે જેને જાેતા દેશમાં ત્રિશંકુ સરકારની સંભાવનાઓ વધી રહી છે.નોંધનીય છે કે ફ્રાન્સની સંસદનો કાર્યકાળ ૨૦૨૭માં સમાપ્ત થવાનો હતો, પરંતુ ૯ જૂને યુરોપિયન યુનિયનમાં તેમની પાર્ટી રેનેસાંની મોટી હાર બાદ રાષ્ટ્રપતિ મેક્રોને સંસદને સમય પહેલા ભંગ કરીને મોટું જાેખમ ઉઠાવ્યું છે. મરીન લે પેનની નેશનલ રેલીને ૩૦ જૂને ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી હતી. તેમની પાર્ટીને સૌથી વધુ ૩૫.૧૫ ટકા વોટ મળ્યા, જ્યારે ડાબેરી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (દ્ગહ્લઁ) ગઠબંધન ૨૭.૯૯ ટકા વોટ સાથે બીજા ક્રમે છે. મેક્રોનની રેનેસાં પાર્ટી માત્ર ૨૦.૭૬ ટકા મત મેળવી શકી હતી. બીજા રાઉન્ડ માટે માત્ર તે જ ઉમેદવારો મેદાનમાં છે જેમને પ્રથમ તબક્કામાં ૧૨.૫ ટકાથી વધુ મત મળ્યા છે.દેશમાં ફાટી નીકળેલી હિંસાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution