૨૦૦૦ની નોટ બંધ કરવાનો ર્નિણય પછીથી હવે માત્ર ૨.૦૪ ટકા નોટોનું પાછી આવવાની બાકી


આજથી લગભગ ૧૫ મહિના પહેલા મે ૨૦૨૩માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૦૦૦ રૂપિયાની નોટ બંધીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઇમ્ૈંના ઘણા પ્રયાસો બાદ પણ ૨૦૦૦ રૂપિયાની દરેક નોટ પરત આવી ન હતી. ઇમ્ૈંના પ્રમાણે મે, ૨૦૨૩માં ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની ૨૦૦૦ની નોટો દેશમાં ફરતી હતી. જેમાંથી લગભગ ૭૨૬૧ કરોડ રૂપિયા બેન્ક પાસે પરત આવ્યા નથી. જાેકે દર મહિને આ આંકડો ઘટી રહ્યો છે. એવામાં અત્યારે પણ ઇમ્ૈં આ ૨૦૦૦ની નોટોને બદલવાની સુવિધા આપે છે. તો ચાલો સમજીએ કે કઈ રીતે નોટો બદલાવી શકાયઇમ્ૈં દ્વારા ૨૦૦૦ રૂપિયાની નોટ પરત કરવાનું સ્ટેટસ સોમવારે જાહેર કર્યું છે. જેમાં જણાય છે કે, કુલ ૯૭.૯૬ ટકા નોટ હજુ સુધીમાં પાછા આવ્યા છે. મે ૨૦૨૩ માં રૂ. ૨,૦૦૦ ની નોટ પાછી લેતા સમયે, ઇમ્ૈંએ જાહેરાત કરી હતી કે તેમને ક્લીન નોટ પોલિસી હેઠળ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવી રહી છે.ઇમ્ૈંએ જણાવ્યું કે ૭ ઓકટોબર ૨૦૨૩ સુધી દેશની દરેક બેંકમાં ૨૦૦૦ રૂપિયાની નોટને જમા અથવા બદલવાની પ્રક્રિયા ચાલુ હતી. હવે ૧૯ મે ૨૦૨૩ થી નોટોને રિઝર્વ બેન્કની ૧૯ ઇશ્યૂ ઓફિસમાં બદલાવી શકાય છે. તમે આમાંથી કોઈ પણ ઓફિસે જઈને ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકો છો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કહ્યું છે કે વ્યક્તિ કે સંસ્થાને તેમના બેંક એકાઉન્ટમાં પણ આ નોટોને બદલવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય દેશનો કોઈ પણ નાગરિક પોસ્ટથી ૈંહઙ્ઘૈટ્ઠ ર્ઁજંના માધ્યમથી ૨૦૦૦ રૂપિયાની નોટ ઇમ્ૈંને મોકલી શકે છે. જેને તેના બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે. ૨૦૦૦ની નોટ બંધ કરવાનો ર્નિણય પછીથી હવે માત્ર ૨.૦૪ ટકા નોટોનું પાછી આવવાની બાકી છે. ઇમ્ૈંએ જણાવ્યું કે ૨૦૦૦ રૂપિયાનું લીગલ ટેન્ડર બનાવેલું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution