ટેલિકોમ-રિટેલ બાદ મુકેશ અંબાણીની નજર આ ૧૫૦ અબજ ડોલરના માર્કેટ પર, જાણો શું છે પ્લાન


મુંબઈ,તા.૧૪

એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ડાયગ્નોસ્ટિક હેલ્થકેર સેગમેન્ટમાં હલચલ મચાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમની કંપની રિલાયન્સ રિટેલ પોતાની ડાયગ્નોસ્ટિક કંપની બનાવવા માંગે છે જેનું સમગ્ર દેશમાં નેટવર્ક હશે. રિલાયન્સ રિટેલે ૨૦૨૦માં દ્ગીંદ્બીઙ્ઘજમાં ૬૨૦ કરોડ રૂપિયામાં બહુમતી હિસ્સો ખરીદ્યો હતો. હાલમાં આ સેક્ટરમાં લોકલ પ્લેયર્સનો દબદબો છે.

ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં હલચલ મચાવ્યા બાદ મુકેશ અંબાણી હવે ડાયગ્નોસ્ટિક હેલ્થકેર સેગમેન્ટ પર નજર રાખી રહ્યા છે. તેમની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ ૧૫૦ બિલિયન ડોલરના ડાયગ્નોસ્ટિક હેલ્થકેર સેગમેન્ટમાં મોટો ધમાકો કરવાની તૈયારી કરી રહી છે. તે એક ડાયગ્નોસ્ટિક સર્વિસિસ કંપનીમાં ૧,૦૦૦ રૂપિયાથી ૩,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદવાની યોજના ધરાવે છે. સૂત્રોના હવાલાથી એક બિઝનેસ ન્યૂઝ પેપરમાં પ્રકાશિત રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ પેટાકંપનીના પોર્ટફોલિયોમાં ઓનલાઈન ફાર્મસી નેટમેડ્‌સનો સમાવેશ થાય છે જે પેથોલોજી સેવાઓ પૂરી પાડે છે. આ માટે તેણે ્‌રઅિર્ષ્ઠટ્ઠિી જેવી ઘણી કંપનીઓ સાથે જાેડાણ કર્યું છે.

સૂત્રોનું કહેવું છે કે રિલાયન્સ રિટેલ પોતાની ડાયગ્નોસ્ટિક કંપની બનાવવા માંગે છે જેનું સમગ્ર દેશમાં નેટવર્ક હશે. કંપની આમાં ઘણા વિકલ્પો પર વિચાર કરી રહી છે અને માનવામાં આવે છે કે મધ્યમ ગાળામાં આના પર ડીલ થઈ શકે છે. જાેકે રિલાયન્સે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. રિલાયન્સ રિટેલે ૨૦૨૦માં દ્ગીંદ્બીઙ્ઘજમાં ૬૨૦ કરોડ રૂપિયામાં બહુમતી હિસ્સો ખરીદ્યો હતો. કંપનીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેનો પહેલો ઓફલાઈન સ્ટોર ખોલ્યો હતો અને હવે તેના દેશભરમાં ૧૦૦૦થી વધુ સ્ટોર્સ છે. રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી રિટેલ કંપની છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં કંપનીની આવક ત્રણ લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે.

છેલ્લા ત્રણ વર્ષમાં ડાયગ્નોસ્ટિક સેક્ટરમાં ઘણા મોટા એક્વિઝિશન થયા છે. કોરોના સમયગાળા દરમિયાન ડો. લાલ પાથ લેબ્સે સબર્બન ડાયગ્નોસ્ટિક ખરીદ્યું હતું. તેવી જ રીતે ઁરટ્ઠદ્બિઈટ્ઠજઅ એ ્‌રઅિર્ષ્ઠટ્ઠિીમાં ૪,૫૪૬ કરોડ રૂપિયામાં બહુમતી હિસ્સો ખરીદ્યો હતો. મેટ્રોપોલિસે ૬૩૬ કરોડ રૂપિયામાં હાઈટેક ડાયગ્નોસ્ટિક સેન્ટર પણ ખરીદ્યું છે. એમ્કે રિસર્ચની નોંધ અનુસાર ચાર ટોચની કંપનીઓ આ સેગમેન્ટમાં માત્ર છ ટકા હિસ્સો ધરાવે છે. તેમાં પ્રાદેશિક ખેલાડીઓનો દબદબો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution