શપથ લીધા બાદ અમેરિકા ફરીથી ડબલ્યુએચઓમાં સામેલ થઇ જશેઃ બાઇડન

ન્યુયોર્ક-

અમેરિકાની ચૂંટણીમાં વિજયી થયેલા પ્રેસિડન્ટ ઇલેક્ટ જાે બાઇડનએ જાહેરાત કરી દીધી છે કે તેમના 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ અમેરિકા ફરીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થઈ જશે. બાઇડને કહ્યું કે અમે એ ચોક્કસપણે સુનિશ્ચિત કરીશું કે ચીન પોતાની હદમાં રહે પરંતુ કોરોના સંક્રમણથી લડવા માટે અમે ડબલ્યુએચઓને સાથ આપવા તૈયાર છીએ. ચીન સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં બાઇડને એવું પણ કહ્યું કે તેમને મનફાવે તેવું કામ નહીં કરવા દેવામાં આવે અને જરૂર ઊભી થશે તો કઠોર પગલાં ભરવામાં આવશે.

નોંધનીય છે કે, ઇલેક્શન કેમ્પેન દરમિયાન બાઇડન ચીનને લઈ આકરી નિવેદનો કરી ચૂક્યા છે. બાઇડને કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસને લઈ ચીન દ્વારા કરવામાં આવેલી અનિયમિતતાઓ માટે તેને સજા આપવા માંગે છે. આ સજામાં આર્થિક પ્રતિબંધ અને અનેક પ્રકારના ટેક્સ-ટેરિફ વૃદ્ધિ સામેલ થવાની વાત કહેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ નારાજ થઈને ડબલ્યુએચઓથી છેડો ફાડી નાખ્યો અને હતો ફંડિંગ પણ બંધ કરી દીધું હતું. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ડબલ્યુએચઓ ખુલ્લેઆમ ચીનનના પક્ષમાં કામ કરી રહ્યું છે. બાઇડને કહ્યું કે તેઓ ચીનને સજા આપવા નથી માંગતા પરંતુ તેમણે સમજવું જાેઈએ કે બીજા દેશોની જેમ નિયમ-કાયદાનું પાલન કરવું જ જાેઈએ નહીં તો પરિણામ ખરાબ આવશે. બાઇડન આ પહેલા પેરિસ પર્યાવરજ્ઞ સમજૂતીમાં પણ ફરીથી સામેલ થવાની જાહેરાત કરી ચૂક્યા છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution