મુંબઈ
બૉલીવુડ સ્ટારકિડ્સ આજકાલ ખુબ ચર્ચામાં છે. ભલે પછી નેપૉટિઝ્મ પર ગમેતેટલી ચર્ચા થતી હોય, પરંતુ આ સ્ટારકિડ્સની પૉપ્યુલારિટી ક્યારેય ઓછી નથી થઇ. આવી જ એક સ્ટારકિડ્સ છે, સુપરસ્ટાર શાહરૂખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન, જે આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાઇ રહી છે. સુહાના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને તે જ્યારે પણ કંઇક શેર કરે છે, તો તેની પૉસ્ટ મિનીટોમા વાયરલ થઇ જાય છે.
હવે સુહાનાએ પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી તસવીર શેર કરી છે, જેમાં તે એકદમ બૉલ્ડ પૉઝ આપતી દેખાઇ રહી છે. આ બૉલ્ડ તસવીર શેર કરતા તેને લખ્યું- કદાચ મારે પણ હીલ્સ પહેરીને આવવુ હતુ, હું મારી હીલ્સને મીસ કરી રહી છુ. નોંધનીય છે કે મુંબઇમાં સ્કૂલિંગ પુરી કર્યા બાદ ૨૨ વર્ષીય સુહાના આ સમયે ન્યૂયોર્કમાં છે અને પોતાનો આગળનો અભ્યાસ પુરો કરી રહી છે. અભ્યાસ પુરો કર્યા બાદ સુહાનાનુ સપનુ પણ બૉલીવુડમાં એક્ટ્રેસ બનવાનુ છે. આ માટે તે તૈયારી પણ કરી ચૂકી છે. પોતાની એક્ટિંગને નિખારવા માટે તેને થિએટર પ્લેમાં પણ ભાગ લીધો હતો.