રિલાયન્સ જિયો અને એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ ટેરિફ વધારવાની જાહેરાત કરી


નવીદિલ્હી,તા.૨૯

રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ મોબાઈલ ટેરિફ મોંઘા કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પોસ્ટ-પેડ અને પ્રીપેડ પ્લાન ૨૧% મોંઘા કર્યા છે. રિલાયન્સ જિયો અને એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ પ્રીપેડ અને પોસ્ટ-પેડ બંને પ્લાન માટે ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. આ ૪ જુલાઈથી અમલમાં આવશે. ટેલિકોમ સેવા પ્રદાતાઓએ યોજનાઓમાં ૧૦-૨૧%નો મોટો વધારો કર્યો છે. અનલિમિટેડ વૉઇસ પ્લાનની વાત કરીએ તો ૨૮ દિવસ માટે ૧૭૯ રૂપિયાનો પ્લાન ૧૯૯ રૂપિયાનો થઈ ગયો છે. ૪૫૯ રૂપિયાનો પ્લાન ૮૪ દિવસ માટે ૫૦૯ રૂપિયાનો બની ગયો. ૩૬૫ દિવસ માટે ૧૭૯૯ રૂપિયાનો પ્લાન ૧૯૯૯ રૂપિયાનો થઈ ગયો. ૨૬૯ અને ૨૯૯ રૂપિયાનો ૨૮ દિવસનો પ્લાન ૨૯૯ અને ૩૪૯ રૂપિયાનો થઈ ગયો છે. ૩૧૯ રૂપિયાનો ૧ મહિનાનો પ્લાન ૩૭૯ રૂપિયાનો થઈ ગયો છે. ડેટા એડ-ઓન પ્લાનની વાત કરીએ તો ૧૯ રૂપિયાનો પ્લાન ૨૨ રૂપિયાનો અને ૩૯ રૂપિયાનો પ્લાન ૪૮ રૂપિયાનો બની ગયો છે. આ પ્લાન્સની વેલિડિટી ૧ અને ૩ દિવસની છે.

પોસ્ટ-પેડ પ્લાન વિશે વાત કરીએ તો, રૂ. ૪૦૧,૫૦૧નું વ્યક્તિગત માસિક ભાડું હવે વધીને રૂ. ૪૫૧,૫૫૧ થઈ ગયું છે. ફેમિલી પ્લાન ૬૦૧, ૧૦૦૧ રૂપિયાથી વધીને ૭૦૧, ૧૨૦૧ રૂપિયા થઈ ગયો છે.એરટેલે ટેરિફમાં ૧૦-૨૧%નો વધારો કર્યો છે. નવા પ્લાન મુજબ ૧૭૯ રૂપિયાનો પ્લાન હવે ૧૯૯ રૂપિયામાં ઉપલબ્ધ થશે. પ્રીપેડ ટેરિફમાં દરરોજ સરેરાશ ૭૦ પૈસાથી ઓછો વધારો થયો છે. પોસ્ટપેડ પ્લાનમાં ૧૦-૨૦%નો વધારો થયો છે. ૩૯૯ રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન હવે ૪૪૯ રૂપિયામાં ઉપલબ્ધ થશે. વધેલા દરો ૩ જુલાઈથી લાગુ થશે. રિલાયન્સ જિયોએ પણ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હતા. કંપનીએ બુધવારે પણ આ અંગે માહિતી આપી હતી. ત્ર્નૈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રિચાર્જ પ્લાન ૧૫ થી ૨૫ ટકા મોંઘા થવા જઈ રહ્યા છે. રિલાયન્સ જિયોના નવા પ્લાન ૩ જુલાઈથી લાગુ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution