દિલ્હી-
60 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સીન લગાવવાની કામગીરી આજથી આખા દેશમાં શરુ થઈ ચુકી છે. જોકે આજે પીએમ મોદીએ વેક્સીન લગાવ્યા બાદ હવે રાજનેતાઓ પણ વેક્સીન લગાવવા માટે ઉતાવળ કરી રહયા છે.જેમ કે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવિન પટનાયકે પણ વેક્સિન મુકાવી દીધી છે.
બીજી તરફ મુંબઈ્માં એનસીપી પ્રમુખ શરદ પવાર પણ વેક્સીન મુકાવવા માટે હોસ્પિટલ પહોંચી ચુક્યા છે.ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુએ પણ ચેન્નાઈમાં સરકારી મેડિકલ કોલેજમાં જઈને રસી મુકાવી હતી. કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન આવતીકાલે રસી મુકાવવાના છે.તેમણે કહ્યુ હતુ કે, આજે હું બૂકિંગ કરાવી લઈશ અને કાલે રસી મુકાવીશ.