અમદાવાદ-
ગુજરાત ગેસ દ્વારા તારીખ 24 ઓગષ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસ દ્વારા ગત 8મી જુલાઈએ CNG માં 68 પૈસાનો અને PNG મએમએમબીટીયુ દીઠ રૂ.11.43નો વધારો ઝીંક્યો હતો. હવે ગુજરાત ગેસએ 2 રૂપિયાનો વધારો કરતા CNG વાહનચાલક પર બોજો આવશે. જો કે ગુજરાત ગેસ કંપનીએ PNG માં કોઈ ભાવવધારો નથી કર્યો. CNGનો જૂનો ભાવ જે પહેલાં 52.45 રૂપિયા હતો તે હવે વધીને 54.45 રૂપિયા થઇ ગયો આ સાથે ગુજરાત ગેસએ CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરતા CNGનો જૂનો ભાવ જે પહેલાં 52.45 રૂપિયા હતો તે હવે વધીને 54.45 રૂપિયા થઇ ગયો છે. ઘર વપરાશનાં ગેસ PNG માં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી પ્રજાજનને થોડી રાહત સૂત્રોના કહેવા અનુસાર, છેલ્લાં દોઢેક વર્ષથી CNG નાં ભાવમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. આ દરમિયાન ઓપરેશનલ ખર્ચનો બોજ ઘણો વધી ગયો હોવાથી આ ભાવવધારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે CNG મોંઘા બનાવવા સિવાય ઘર વપરાશનાં ગેસ PNG માં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી પ્રજાજનને થોડી રાહત જરૂર છે.