મારી ધરપકડ બાદ ભાજપે મને તોડવાના લાખો પ્રયાસો કર્યા

મારી ધરપકડ બાદ ભાજપે મને તોડવાના લાખો પ્રયાસો કર્યા

નવી દિલ્હી

દિલ્હીની લિકર પોલિસીમાં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં વચગાળાના જામીન પર બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘જાે ચૂંટણી પરીણામો જાહેર થયા બાદ ૈંદ્ગડ્ઢૈંછ ગઠબંધન સત્તામાં આવશે તો હું પાંચ જૂને તિહાર જેલમાંથી બહાર આવી જઈશ.

કેજરીવાલે કોર્પોરેટરોને સંબોધતા આક્ષેપ કર્યો કે, ‘તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડી દરમિયાન મને તોડવાનો અને અપમાનિત કરવાનો પ્રયાસ કરાયો હતો. મને જેલમાં જે સેલમાં રખાયો હતો, તેમાં બે સીસીટીવી કેમેરા લગાવાયા હતા અને મારી ગતિવિધિઓ પર ૧૩ અધિકારીઓ દ્વારા દેખરેખ રખાતી હતી.’ તેમણે દાવો કર્યો કે, જેલમાં લગાવાયેલા સીસીટીવીની ફીડ વડાપ્રધાનના કાર્યાલયને પણ ઉપલબ્ધ કરાવાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા પર નજર રાખી રહ્યા હતા. મને ખબર નથી કે વડાપ્રધાનને મારી સાથે શું ફરિયાદ છે.

તેમણે વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ લોકોને સન્માન અને પ્રેમ આપે છે અને અમારા કામના કારણે જ ભાજપ અમારાથી ડરે છે. તેમણે કોર્પોરેટરોને કહ્યું કે, બીજી જૂને હું ફરી જેલમાં જઈશ. હું જેલની અંદર બેસી ચોથી જૂનના પરિણામો જાેઈશ. જાે ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો હું પાંચમી જૂને જેલમાંથી બહાર આવીશ.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘મારી ધરપકડ કરાયા બાદ ભાજપે મને તોડવાના લાખો પ્રયાસો કર્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી તૂટવાના બદલે વધુ મજબૂત અને એક થઈ રહી છે. મારા ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો અને મિત્રોનું મને આમંત્રણ મળ્યું છે કે, તમે અહીં આવીને પણ પ્રચાર કરો. હું આગામી ૨૧ દિવસમાં જ્યાં પણ શક્ય હશે ત્યાં જઈશ અને ભાજપને હરાવવા પ્રચાર કરીશ. તમે લોકો હવે સખત મહેનત કરો. મારે બીજી જૂને પાછા જેલમાં જવું પડશે, પરંતુ જાે તમે લોકો ૪ જૂને ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનાવશો તો હું ૫મી જૂને બહાર આવીશ.’

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution