કાનપુર બાદ હવે અજમેરમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર


અજમેર:ટ્રેન અકસ્માતના બનાવો દરરોજ પ્રકાશમાં આવી રહ્યા છે. ગઈકાલે સિલિન્ડર રેલ્વે ટ્રેક પર રાખવામાં આવ્યો હતો. હવે રાજસ્થાનના અજમેરમાં ફરીથી ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જાેકે આ ષડયંત્ર નિષ્ફળ ગયું છે. અજમેરમાં રેલવે ટ્રેક પર સિમેન્ટ બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાની યોજના હતી. રાજસ્થાનના અજમેરમાં આ સિમેન્ટ બ્લોક નાનો ન હતો પરંતુ તેનું વજન ૭૦ કિલો હતું. કેટલાક લોકોએ રેલવે ટ્રેક પર ૭૦ કિલોના સિમેન્ટના બ્લોક મુક્યા હતા. આ કાવતરામાં ફુલેરાથી અમદાવાદ જતી ટ્રેનને પલટી મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પરંતુ આ ષડયંત્ર નિષ્ફળ સાબિત થયું. ટ્રેનનું એન્જિન સિમેન્ટ બ્લોક તોડીને આગળ વધ્યું અને ટ્રેનના ડ્રાઇવરે આ અંગે આરપીએફને જાણ કરતાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રેકનું નિરીક્ષણ કર્યું તો ચોંકાવનારી બાબત સામે આવી. ટ્રેક પરથી સિમેન્ટ બ્લોકના ટુકડા મળી આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પણ સામે આવી છે. રાજસ્થાનમાં ૧ મહિનામાં આ ત્રીજું ષડયંત્ર છે. અગાઉ ૨૮ ઓગસ્ટના રોજ બરાનથી છાબરા જતી માલગાડીના પાટા પરથી બાઇકનો સ્ક્રેપ મળી આવ્યો હતો. માલગાડીનું એન્જિન તેની સાથે અથડાયું હતું. ૨૩ ઓગસ્ટના રોજ, અમદાવાદ-જાેધપુર વંદે ભારત એક્સપ્રેસને પાટા પરથી ઉતારવા માટે પાલીમાં સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, ગઈકાલે કાનપુરથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં રેલવે ટ્રેક પર એલપીજી સિલિન્ડર જેવી ઘણી વિસ્ફોટક વસ્તુઓ હતી. આ ષડયંત્ર હેઠળ કાલિંદી એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાેકે, પ્રયાગરાજથી ભિવાની જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસના ડ્રાઈવરે પાટા પર સિલિન્ડર પડેલું જાેઈને ઈમરજન્સી બ્રેક લગાવી અને જીવ બચી ગયો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution