ઈમાન ખલીફ બાદ તાઈવાનની બોક્સર લિન યુ-ટિંગ પણ વિવાદના ઘેરામાં ફસાઇ


પેરિસ:પેરિસ ઓલિમ્પિકમાં જેન્ડર ચેન્જ કરાવનાર બોક્સરોને લઈને નવા વિવાદો ઉભા થઈ રહ્યા છે. લિંગ પરિવર્તન કરાવનાર અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફને લઈને વિવાદ વધી રહ્યો છે. આ છોકરા જેવા બોક્સરનો મુકાબલો ઈટાલિયન બોક્સર એન્જેલા કેરિની સામે થયો હતો. જેમાં તેણે માત્ર ૪૬ સેકન્ડમાં મેચ જીતી લીધી હતી. હવે આવો જ એક વિવાદ તાઈવાનના બોક્સર લિન યુ-ટિંગને લઈને સામે આવ્યો છે. લિને ૨૨ વર્ષીય સિટોરા તુર્ડીબેકોવાને ત્રણ રાઉન્ડમાં હરાવી હતી.આ પછી સિટોરાએ લિન સાથે હસ્ત ધૂનન કરવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે તેણે આ પગલું પુરૂષ કેલિબરના બોક્સર લિનની ભાગીદારીના વિરોધમાં લીધું હતું. ખાસ વાત એ છે કે ઈમાનનો વિવાદ સામે આવ્યા બાદ પણ ઓલિમ્પિક અધિકારીઓએ ૫૫ કિગ્રા વર્ગમાં આ મેચનું આયોજન કર્યું હતું. લીનની ઉંમર ૨૮ વર્ષની છે અને તે બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. લિન આ પહેલા પણ ઘણા મામલાઓમાં સમાચારમાં રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution