વડોદરા : સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (એસવીપીઆઇ) એરપોર્ટ પર ક્રિકેટ રસીયાઓ માટે અદભૂત મનોરંજન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એરો ફેન બોક્સના લોન્ચ સાથે મુસાફરો અને અમદાવાદીઓ હવે હવાઈ અડ્ડા - T1 આગમન પર મેચ-ડે વાતાવરણનો અનુભવ જીવંત માણી રહ્યા છે. એસવીપીઆઇ એરપોર્ટ પર એરો ફેન બોક્સની મજા ક્રિકેટ સીઝન 25 મે સુધી દરરોજ માણી શકાશે. આ ઉપરાંત આઇપીએલ ઇવેન્ટ દરમિયાન વિશિષ્ટઈનામો પણ રાખવામાં આવ્યા છે.
મનોરંજક રમતો અને પ્રવૃત્તિઓથી લોકોની ઉત્સુકતા જળવાઈ રહે તવો હેતુ છે, ખાસ કરીને ગુજરાત ટાઇટન્સના મેચના દિવસો અને સપ્તાહના અંતે.
હવે તો એરપોર્ટ પર કેન્ટિન પણ શરૂ કરવામાં આવી હોવાથી સસ્તા ભાવે વિવિધ ફૂડ પણ માણી શકાય છે.
એક અનોખા અને અદભૂત મનોરંજનથી એરપોર્ટ ક્રિકેટ ફીવરથી ગુંજી ઉઠશે.