કેન્સર સામે જંગ લડ્યા બાદ ફન્કી લૂકમાં દેખાયા સંજુબાબા,ફેન્સ બોલ્યા..આહા.. આહા.

મુંબઇ 

એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) હાલમાં જ ફેફસાનાં કેન્સર (Lung Cancer) સામે મુશ્કેલ જંગ જીત્યો છે. તેણે આ ખુશી ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને આપી છે. તેનાં બાળકોનાં જન્મ દિવસે તેણે આ ખુશી જાહેર કરી હતી. હવે કેન્સર સામેનો જંગ જીત્યા બાદ સંજય દત્ત તેનું સંપૂર્ણ ફોક્સ તેની અપકમિંગ ફિલ્મોનાં શૂટિંગ તરફ કરી રહ્યો છે. પણ આ વખતે તેની બીમારી કે ફિલ્મો નહીં પણ તેનો લૂક ચર્ચામાં આવી ગયો છે. તેણે હાલમાં તેનાં વાળનો કલર ચેન્જ કર્યો છે. તેણે વાળમાં પ્લેટિનમ બ્લોડ હેર (Platinum Blonde Hair) લૂક આપ્યો છે. જે બાદ સંજય દત્તનો લૂક સંપૂર્ણ બદલાઇ ગયો છે. આ તસવીરો પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ આલિમ હકીમે તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે. અને કેપ્શનમાં લખ્યું છે કે, 'દત્ત' સ ધ વે, આહા.. આહા.. ' સંજૂ બાબાનો આ ફંકી લૂક ફેન્સ પણ ખૂબજ પસંદ કરી રહ્યાં છે.


આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલાં સંજય આલિમ હકીમનાં સલૂનમાં ગયો હતો અને તેણે નવાં હેર કટ કરાવ્યાં હતાં. જે બાદ તેણે એક વીડિયો શેર કર્યો હતો અને તેનાં કેન્સર સ્કાર્સ પણ દેખાડ્યા હતાં. વીડિયોમાં તેને ફેન્સને કહ્યું હતું કે, તે કેન્સરથી જલ્દી જ મુક્ત થઇ જશે અને હવે તેણે કેન્સરથી મુક્ત થઇને પણ બદતાવી દીધુ છે.

આપને જણાવી દઇએ કે, સંજય દત્ત ટૂંક સમયમાં જ 'પૃથ્વીરાજ' અને 'KGF 2'નું શૂટિંગ કરતો નજર આવશે. આ બંને ફિલ્મોમાં સંજય દત્ત જબરદસ્ત એક્સન અવતારમાં જોવા મળશે. સંજય દત્ત પણ આ ફિલ્મોનાં શૂટિંગ શરૂ કરવા માટે ખુબજ ઉત્સાહિત છે. તેણે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution