ઈલોન મસ્ક ટ્રિલિયનેર બને પછી બીજા જ વર્ષે ગૌતમ અદાણી પણ આ સિદ્ધિ પ્રાપ્ત કરશે


ટેસ્લા, ટિ્‌વટર અને સ્પેસ એક્સ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્કની સંપત્તિ કુબેર કરતા પણ વધુ ઝડપથી વધતી જાય છે. બે વર્ષની અંદર કદાચ તેઓ દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બની જશે. એટલે કે તેમની પાસે એક લાખ કરોડ ડોલર કરતા વધારે સંપત્તિ હશે. ત્યાર પછીના વર્ષમાં ગૌતમ અદાણી તે સિદ્ધિ મેળવશે તેવો અંદાજ છે.

ટેસ્લા અને ટિ્‌વટરના માલિક ઈલોન મસ્કની સંપત્તિ દર વર્ષે ડબલ કરતા પણ વધારે ઝડપથી વધી રહી છે અને તેમની સંપત્તિ બે-ત્રણ વર્ષમાં જ એક ટ્રિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ ડોલરને પાર કરી જશે તેવો અંદાજ છે. એક રિપોર્ટ પ્રમાણે ઈલોન મસ્ક ટ્રિલિયનેર બને પછી બીજા જ વર્ષે ગૌતમ અદાણી પણ આ સિદ્ધિ પ્રાપ્ત કરશે.

કેટલાક વર્ષોથી ઈલોન મસ્કની સંપત્તિ દર વર્ષે ૧૧૦ ટકાના દરે વધી રહી છે. ૨૦૨૭માં તેઓ એક ટ્રિલિયન ડોલરની નેટવર્થના માલિક હશે તેવું માનવામાં આવે છે. ઈર્ઙ્મહ સ્ેજાનું સામ્રાજ્ય વધુને વધુ મોટું બનતું જાય છે. ઈલેક્ટ્રિક વ્હિકલથી લઈને સોશિયલ મીડિયા સુધીના બિઝનેસમાં તેઓ સતત નફો કરી રહ્યા છે. તેઓ હવે સ્પેસ રોકેટ પણ બનાવે છે અને દિમાગમાં ફીટ કરી શકાય તેવા નાના ઈમ્પ્લાન્ટનું પણ ઉત્પાદન કરે છે. તેથી આ માણસ વિશ્વનો સૌપ્રથમ ટ્રિલિયનેર બને તો પણ નવાઈ નહીં હોય. તેમણે બિઝનેસમાં એટલી બધી સફળતા મેળવી છે કે તેઓ દુનિયાના સૌથી વિવાદાસ્પદ વ્યક્તિ પણ છે. ટેસ્લાના માલિક ઈલોન મસ્ક પહેલેથી દુનિયામાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે અને અત્યારે લગભગ ૨૫૦ અબજ ડોલરથી વધારે સંપત્તિ ધરાવે છે. હવે ઈન્ફોર્મા કનેક્ટ એકેડેમી માને છે કે ૨૦૨૭માં તેઓ કદાચ ટ્રિલિયન ડોલરના માલિક હશે. જાેકે, ઈલોન મસ્કની સામે કોમ્પિટિશન છે અને બીજા ધનિક લોકોની સંપત્તિ પણ આટલી જ ઝડપથી વધી રહી છે. જેમ કે એનવીડિયા નામની કોમ્પ્યુટર ચિપ બનાવતી કંપની પણ જબ્બરજસ્ત ગ્રોથ કરી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં જે તેજી આવી છે તેમાં એનવીડિયાને બખ્ખા છએ અને તેના માલિક જેસન હુઆંગ પણ ૨૦૦૮ સુધીમાં ટ્રિલિયનેર બની શકે છે.હુઆંગ એ એનવીડીયાના સીઈઓ અને સહસ્થાપક છે. તથા હાલમાં તેઓ ૧૦૪ અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. ત્રીજા નંબર પર ગૌતમ અદાણીનું નામ આવે છે. અદાણી જૂથના સ્થાપક ગૌતમ અદાણી ૨૦૨૮ સુધીમાં એક ટ્રિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા હશે તેવો અંદાજ છે. એટલે કે ભારતમાંથી સૌથી પહેલાં ટ્રિલિયનેર ગૌતમ અદાણી હશે. જાેકે, ઈલોન મસ્કનો બધો દાવ ટેસ્લા પર લાગેલો છે. તેથી મસ્ક સૌથી પહેલાં એક ટ્રિલિયન ડોલરના માલિક બનશે કે પછી ક્યારેય નહીં બની શકે તેનો આધાર ટેસ્લાના પરફોર્મન્સ પર રહેલો છે. ટેસ્લા એ અત્યારે દુનિયામાં સૌથી વેલ્યૂએબલ ઓટો કંપની બની ગઈ છે અને તેની વેલ્યૂ લગભગ ૭૧૦ અબજ ડોલર આંકવામાં આવે છે. એટલે કે કોકા કોલા, બેન્ક ઓફ અમેરિકા અને બોઈંગ જેવી મોટી કંપનીઓની વેલ્યૂનો સરવાળો કરવામાં આવે તો પણ ટેસ્લા તેના કરતા મોટી કંપની છે.

ઈલોન મસ્ક ટેસ્લામાં ૧૩ ટકા હિસ્સો ધરાવે છે અને તેથી તેમની નેટવર્થમાં પણ ટેસ્લાનું સ્થાન મુખ્ય છે. અત્યારે ટેસ્લામાં તેમના જે શેર છે તેની કિંમત ૯૩ અબજ ડોલર આંકવામાં આવે છે. મસ્કના પગાર અને પેકેજ અંગે પણ વિવાદ છે અને તેમની પાસે ટેસ્લાના ૩૦ કરોડથી વધારે સ્ટોક ઓપ્શન છે. કોર્ટમાં ઈલોન મસ્કના પેકેજ પર બ્રેક લાગી હતી પરંતુ ત્યાર પછી ઈન્વેસ્ટરોએ તેને મંજૂરી આપી હતી. ટેસ્લા અત્યારે જે ઝડપથી ગ્રોથ કરે છે તે ચાલુ રહેશે તો ઈલોન મસ્કની સંપત્તિ એક ટ્રિલિયન ડોલરને સહેલાઈથી પાર કરી દેશે. જાેકે, આગામી દિવસોમાં આવું જ થશે તેની ગેરંટી આપી ન શકાય, કારણ કે ઈવીના ફિલ્ડમાં ચીનની કંપનીઓ પણ મોટું નામ કમાઈ રહી છે. ટેસ્લાની કારને ઘણી વખત રિકોલ કરવામાં આવી છે અને ૨૦૨૨માં તેના વેચાણને પણ અસર થઈ હતી. બીજી તરફ ચીનની કંપનીઓ ઈવીમાં પોતાનું બજાર સતત વધારતી જાય છે. ઈલોન મસ્ક સ્પેસએક્સ કંપનીમાં પણ ૪૨ ટકા હિસ્સો ધરાવે છે જેની કિંમત લગભગ ૨૧૦ અબજ ડોલર થાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution