દિલ્હી બાદ હવે આ રાજ્યમાં પણ અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરાયુ

દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન થયા બાદ હવે ઝારખંડ સરકારે કોરોના સંક્રમણ રોકવા માટે એક અઠવાડિયાનું લોકડાઉન જાહેર કર્યું છે. સરકારના જણાવ્યા પ્રમાણે આગામી 22 થી 29 એપ્રિલ દરમિયાન રાજયમાં લોકડાઉન લાગુ પડશે. જો કે, આ સમય દરમિયાન લોકડાઉન દરમિયાન કેટલીક વસ્તુઓમાંથી છૂટ આપવામાં આવી છે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવશે. આ સાથે, ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ ભક્તોના ટોળાને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય ખાણકામ, ખેતીકામ અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેશે. અગાઉ સોમવારે, ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપને કારણે 50 લોકો વધુ મૃત્યુ પામ્યા હતા, રાજ્યમાં કુલ મૃત્યુઆંકની સંખ્યા 1456 પર પહોંચી ગઈ હતીરાજ્યમાં કોરોના ચેપનો કુલ આંક 162945 પર લઈ ગયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution